રામ રસાયન – નીતિન વડગામા

.

રામ રસાયન સાચું,

અવર બધુંયે ઓસડ અમને સાવ લાગતું કાચું.

.

હાડ અને હૈયાની સાચી એ જ નાડી પારખતા,

નિદાનરૂપે જીવતરની પાટીમાં કશુંક લખતા,

 .

એ અક્ષરને અવાવરુ આંખોથી હું તો વાંચુ !

રામ રસાયન સાચું.

 .

થીજી ગયેલું લોહી આખરે એમ જ વહેતું થાતું,

મુરઝાયેલા મનનું પંખી જીવતું થઈ હરખાતું.

 .

જંગલને શું કરવું, હું તો એક ઝાડને યાચું,

રામ રસાયન સાચું.

 .

( નીતિન વડગામા )

.

Share this

5 replies on “રામ રસાયન – નીતિન વડગામા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.