નથી તો નથી – એસ. એસ. રાહી

.

નથી ક્યાંય ઝરમર નથી તો નથી

મને એ મયસ્સર નથી તો નથી

 .

ફક્ત કાંકરાની પ્રવર્તે છે આણ

   ભરેલું સરોવર નથી તો નથી

 .

હવે તીર-તલવાર હેઠા મૂકો

અહીં ઘાટ ખૈબર નથી તો નથી

 .

ખબર છે કે મ્હેકે છે તું માત્ર તું

બગીચામાં અત્તર નથી તો નથી

.

બધો પ્રેમ-ધિક્કાર આપ્યો તને

કશું મારી ભીતર નથી તો નથી

 .

અળસિયાની માફક જીવું છું હજી

સ્થિતિ એથી બદતર નથી તો નથી

.

અમસ્તું  જ માથું કપાવ્યું છે મેં

શહીદી બરાબર નથી તો નથી

                                           .

( એસ. એસ. રાહી )

 

Share this

4 replies on “નથી તો નથી – એસ. એસ. રાહી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.