હરકદમ પર – રાજેશ વ્યાસ “મિસ્કીન”

.

હરકદમ પર અવનવા રૂપે સતત પડકાર સાધુ,

માત્ર દ્રઢ સંકલ્પ ઉપારી ગયો છે પાર સાધુ.

 .

ક્યાંય કિનારો નથી સરખી બધે મઝધાર સાધુ,

હોય છે કેવળ સ્મરણનો એકલો આધાર સાધુ.

 .

કલ્પનામાં-માન્યતામાં ક્યાંક શ્રદ્ધામાં ઊભેલો,

આપણા જેવો જ કાયમ આપણો કિરતાર સાધુ.

 .

કોઈની પાસે જરા બેઠા ને આપોઆપ પ્રગટ્યું,

કોઈએ આમ જ કર્યો છે દૂર આ અંધાર સાધુ.

 .

એકસરખા રંગ સઘળા, એકસરખી છે રમત સૌ,

એકસરખું છે ધબકતું કોઈ અંદર બહાર સાધુ.

 .

આટલું કેવળ સમજવામાં પૂરી થઈ જિંદગી આ

હોય તરસ્યો એ જ વરસી જાય અનરાધાર સાધુ.

 .

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

Share this

4 replies on “હરકદમ પર – રાજેશ વ્યાસ “મિસ્કીન””

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.