એવું ઓછું બને છે ? – સુરેશ દલાલ

.

કાન્તના પ્રેમની વિભાવના

કલાપીનો પ્રણય-ત્રિકોણ

રોમિયો અને જુલિયેટ

કે ઑથેલો અને ડેસ્ડેમોના

-આ બધાંના પ્રેમની

નિષ્ફળતાની વાત

જેમને કરવી હોય તે કર્યા કરે

પણ પ્રેમીઓની આંખનાં પતંગિયાં

એને કારણે નથી ઊડતાં

એવું ઓછું બને છે ?

 .

દેવદાસ, પારુ અને ચંદ્રમુખીની વાતથી

કદાચ થોડીકવાર હતાશ થઈ જવાય

પણ આવું બધું સાંભળી

કોઈ પ્રેમ કરવાનું માંડી વાળતું નથી.

 .

છરી અને ઘાને

કાયમનો સંબંધ છે

એટલા માટે

કોઈએ મારે શરીર નથી જોઈતું

એવું કહ્યું નથી.

અને શરીરમાં તો હોય છે

ધબકતું હૃદય-

આ હૃદય

માત્ર આપણે માટે નહીં

બીજા કોઈને માટે ધબકતું હોય છે.

પ્રેમ કર્યા વિના ચેન પડતું નથી

અને પ્રેમની બેચેનીની

તો કોઈ જુદી જ વાત છે.

 .

( સુરેશ દલાલ )

Share this

7 replies on “એવું ઓછું બને છે ? – સુરેશ દલાલ”

 1. જો જીવન માં થી પ્રેમ ની બાદબાકી કરીએ તો જીવન માં શેષ બચે શું ??
  આપણું અસ્તિત્વ એ પ્રેમ નું જ સ્વરૂપ છે..
  જીવન ના મૂળ પાંચ તત્વો અને તેમાંથી નીપજતું જીવન એજ પ્રેમ તત્વ છે..
  તેની ઉપેક્ષા કે ઘૃણા કઈરીતે થઇ શકે…?? !!
  જો આ વાત સમજાઇ જાય તો આંખો માં અમી લઇ જીવન જીવી શકાય … .
  નફરત નામ ના વિષ- મહાભારત ને જાકારો દઈ.. અમૃતમય મોક્ષ પ્રાપ્તિ થઈશકે.

 2. જો જીવન માં થી પ્રેમ ની બાદબાકી કરીએ તો જીવન માં શેષ બચે શું ??
  આપણું અસ્તિત્વ એ પ્રેમ નું જ સ્વરૂપ છે..
  જીવન ના મૂળ પાંચ તત્વો અને તેમાંથી નીપજતું જીવન એજ પ્રેમ તત્વ છે..
  તેની ઉપેક્ષા કે ઘૃણા કઈરીતે થઇ શકે…?? !!
  જો આ વાત સમજાઇ જાય તો આંખો માં અમી લઇ જીવન જીવી શકાય … .
  નફરત નામ ના વિષ- મહાભારત ને જાકારો દઈ.. અમૃતમય મોક્ષ પ્રાપ્તિ થઈશકે.

 3. જો જીવન માં થી પ્રેમ ની બાદબાકી કરીએ તો જીવન માં શેષ બચે શું ??
  આપણું અસ્તિત્વ એ પ્રેમ નું જ સ્વરૂપ છે..
  જીવન ના મૂળ પાંચ તત્વો અને તેમાંથી નીપજતું જીવન એજ પ્રેમ તત્વ છે..
  તેની ઉપેક્ષા કે ઘૃણા કઈરીતે થઇ શકે…?? !!
  જો આ વાત સમજાઇ જાય તો આંખો માં અમી લઇ જીવન જીવી શકાય … .
  નફરત નામ ના વિષ- મહાભારત ને જાકારો દઈ.. અમૃતમય મોક્ષ પ્રાપ્તિ થઈશકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.