ચલણને કહી દો – તુરાબ ‘હમદમ’

.

નહિ કાંઈ ચાલે ચલણને કહી દો,

ગમે તેવા જક્કી વલણને કહી દો.

 .

બહુ તેજ રફતાર છે જિંદગીની,

હવે પગ ઉપાડે ચરણને કહી દો.

 .

કવિતા ગમે ત્યારે પ્રગટી શકે છે,

ગુલાબી આ વાતાવરણને કહી દો.

 .

બહુ પારદર્શક છે દ્રષ્ટિ અમારી,

ભરખી જશે આવરણને કહી દો.

 .

વધી છે બહુ ભીડ વૃદ્ધાશ્રમોની,

ચિંતા કરે નહિ શ્રવણને કહી દો.

 .

તને ભૂલવાની કોશિશ કરું છું,

ટોળે વળે નહિ સ્મરણને કહી દો.

.

‘હમદમ’ એક મિસ કોલ મારીને આવે,

ઉતાવળ નથી કંઈ મરણને કહી દો.

 .

( તુરાબ ‘હમદમ’)

Share this

6 replies on “ચલણને કહી દો – તુરાબ ‘હમદમ’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.