સકળને અતિક્રમે – અશરફ ડબાવાલા

.

એવા ઘણા છે જેઓ સકળને અતિક્રમે,

છે કોઈ એવા જે સ્વયંના છળને અતિક્રમે.

 .

કાગળ છું મને બીજ તું અક્ષરનું આપજે;

દે વૃક્ષતાય એવી કે ફળને અતિક્રમે.

 .

જેને પલાળવા સતત દરિયો મથી રહ્યો;

એ માછલીનું મન તો જળને અતિક્રમે.

 .

જોકે સપાટી પર તું રમે છે રમત બધી;

પાસું તું ફેંકજે કે જે તળને અતિક્રમે.

 .

આ એ જ છે અશરફ જે કસબમાં ભળી ગયો;

નિષ્ફળ ગયો ને તોય સફળને અતિક્રમે.

.

( અશરફ ડબાવાલા )

Share this

6 replies on “સકળને અતિક્રમે – અશરફ ડબાવાલા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.