વાજિંત્ર છે – એસ. એસ. રાહી

.

વાજિંત્ર છે, એ મારા હૃદયની પખાજ છે,

આ પ્રેમ એવું દર્દ છે જે લાઈલાજ છે.

 .

શું ચાંદનીને યાદ આવ્યો હું પરોઢિયે,

વ્હેલી સવારે દ્વાર પર શેનો અવાજ છે.

 .

એમાં તો વ્યક્ત છે મારા તરફનો પ્રેમ,

તારી દીધેલી શાલ એ તારો મિજાજ છે.

 .

પરવરદિગારે એના ઉપર સહી કરી દીધી,

મારી ગઝલ એ પાંચ વખતની નમાજ છે.

 .

મારા હૃદયમાં તારો દરજ્જો વધી ગયો,

તું પણ ખુદાની જેમ શું બંદાનવાજ છે.

 .

(એસ. એસ. રાહી )

Share this

4 replies on “વાજિંત્ર છે – એસ. એસ. રાહી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.