છે લાગણીની વાત – ભગવતીકુમાર શર્મા
.
છે લાગણીની વાત તો રકઝક નહીં કરું,
હકદાવો તારી સામે હું નાહક નહીં કરું.
.
શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે,
મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું.
.
મોઘમમાં જીવવાની મજા હોય છે છતાં,
જો વ્યક્ત થઈ શકું તો જતી તક નહીં કરું.
.
છે તારી મુન્સફી જુદી, મારો નિયમ અલગ
મારા વચનનો ભંગ હું બેશક નહીં કરું.
.
દીવાની જેમ ધીમે ધીમે હું બુઝાઈ જઈશ;
અણધારી લઈ વિદાય તને છક નહીં કરું.
.
ખુશ્બુ સ્મરણની એ જ તો છે મારી સંપદા,
છેવટ સુધીય ઓછી આ સિલ્લક નહીં કરું.
.
એ પુણ્ય હો કે પાપ, હું પોતે બધું કરીશ,
સારું કે ખોટું કોઈના હસ્તક નહીં કરું.
.
( ભગવતીકુમાર શર્મા )
વાહ,….
ખૂબ સુંદર ગઝલ… બધાજ શેર સુંદર પણ છક અને સિલ્લકવાળા શેરમાં સુરતીભાવ ડોકાઇ આવ્યો અને વધુ સ્પર્શી ગયા….

જેટલું લખ્યું છે એ દરેક વાત પર અમલ કરી શકાય જરૂરી નથી પણ અમુક વાતો છે જેના પર અમલ કરી શકાય તો સંબંધ સ્વર્ગ સમો બને ના બને, નર્કનો આભાસ નહીં કરાવી શકે ક્યારેય.
જેટલું લખ્યું છે એ દરેક વાત પર અમલ કરી શકાય જરૂરી નથી પણ અમુક વાતો છે જેના પર અમલ કરી શકાય તો સંબંધ સ્વર્ગ સમો બને ના બને, નર્કનો આભાસ નહીં કરાવી શકે ક્યારેય.
સુંદર રચના !
સુંદર રચના !