રસ્તા વચ્ચે – મણિલાલ હ. પટેલ

.

રસ્તા વચ્ચે પડાવ આવશે

મારી સાથે લગાવ આવશે

 .

આજે તું છો ઊભે પાણી

તને કોક પર ભાવ આવશે

 .

સામે આવ્યું ઠેલ નહીં તું

એ જ બની પ્રસ્તાવ આવશે

 .

જો અંધારાં ઓળખશે તું

અજવાળાંની નાવ આવશે

 .

કાળો પીળો તાવ આવશે

તૂરી કડવી રાવ આવશે

 .

ઘર-ઉંબર નહીં છોડે તો પણ

ઘણા કારમા ઘાવ આવશે

 .

આંગણ ફળિયું કૂવો પાદર

ફરી ફરી ના દાવ આવશે

 .

આઠે અંગો ઝૂર્યા કરશે

કોઈ સ્વજન ના કામ આવશે

 .

વહી ગયા એ વણજારા તો

વચમાં ખાલી વાવ આવશે

 .

( મણિલાલ હ. પટેલ )

3 thoughts on “રસ્તા વચ્ચે – મણિલાલ હ. પટેલ

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.