.
રસ્તા વચ્ચે પડાવ આવશે
મારી સાથે લગાવ આવશે
.
આજે તું છો ઊભે પાણી
તને કોક પર ભાવ આવશે
.
સામે આવ્યું ઠેલ નહીં તું
એ જ બની પ્રસ્તાવ આવશે
.
જો અંધારાં ઓળખશે તું
અજવાળાંની નાવ આવશે
.
કાળો પીળો તાવ આવશે
તૂરી કડવી રાવ આવશે
.
ઘર-ઉંબર નહીં છોડે તો પણ
ઘણા કારમા ઘાવ આવશે
.
આંગણ ફળિયું કૂવો પાદર
ફરી ફરી ના દાવ આવશે
.
આઠે અંગો ઝૂર્યા કરશે
કોઈ સ્વજન ના કામ આવશે
.
વહી ગયા એ વણજારા તો
વચમાં ખાલી વાવ આવશે
.
( મણિલાલ હ. પટેલ )
સુંદર ગઝલ… છંદ પ્રવાહી અને બધા શેર મનનીય…
LikeLike
સુંદર ગઝલ… છંદ પ્રવાહી અને બધા શેર મનનીય…
LikeLike
હિનાબેન,
સુંદર શેર સાથેની ગઝલ, દરેક શેરના પોતાના અનોખા ભાવ છે.
LikeLike
હિનાબેન,
સુંદર શેર સાથેની ગઝલ, દરેક શેરના પોતાના અનોખા ભાવ છે.
LikeLike
સરસ પ્રવાહ. સુંદર ટૂંકા બહેરની મસ્ત રચના.
કાળો પીળો તાવ આવશે
તૂરી કડવી રાવ આવશે…
વાહ….
LikeLike
સરસ પ્રવાહ. સુંદર ટૂંકા બહેરની મસ્ત રચના.
કાળો પીળો તાવ આવશે
તૂરી કડવી રાવ આવશે…
વાહ….
LikeLike