
.
પૂછશો ના શી રીતે જીવાય છે.
શ્વાસ જેવા શ્વાસ હાંફી જાય છે.
.
તે છતાં પીંછાં સલામત છે હજી,
રોજ આ કાયા સતત પીંખાય છે.
.
જે તમે લખતા નહોતા પત્રમાં,
એ તમારી આંખમાં વંચાય છે !
.
હું હવે મોટા ગજાનો થઈ ગયો છું,
પીઠ પાછળ મારી વાતો થાય છે.
.
આ બધી તારીફ રહેવા દે હવે,
અમને શબ્દોની રમત સમજાય છે.
.
એ ભલે સંતાઈને આવે અહીં,
છેક ફળિયામાં સુગંધ ફેલાય છે.
.
બસ ખલીલ આ અશ્રુ લૂછી લો હવે,
ત્યાં કોઈની ઓઢણી ભીંજાય છે.
.
( ખલીલ ધનતેજવી )
ઘણી મજા પડી…ખલીલ માય ફેવરીટ પોએટ…
LikeLike
ઘણી મજા પડી…ખલીલ માય ફેવરીટ પોએટ…
LikeLike
જનાબ ખલીલસાહેબની ધારદાર અભિવ્યક્તિ….
LikeLike
જનાબ ખલીલસાહેબની ધારદાર અભિવ્યક્તિ….
LikeLike
હિનાબેન,
ખલીલજી ની ખૂબજ અસરકારક રજૂઆત સાથેની સુંદર રચના!
LikeLike
હિનાબેન,
ખલીલજી ની ખૂબજ અસરકારક રજૂઆત સાથેની સુંદર રચના!
LikeLike
પત્રમાંય વંચાય છે એ ઘણું ય…
LikeLike
પત્રમાંય વંચાય છે એ ઘણું ય…
LikeLike
પત્રમાંય વંચાય છે એ ઘણું ય…
LikeLike