તું માન કે ન માન – લાલજી કાનપરિયા

.

તું માન કે ન માન, હજુ તારામાં, મારામાં અણપ્રીછ્યું ધબકે છે કોઈ.

 .

હળવેથી હાથોની તાલી મારીને તું પૂછી લે વાત વણપૂછી.

જોને જરાક તારી ભીતરા ડોકાઈને ભીની આ આંખોને લૂછી.

 .

અંતરના ખૂણામાં ઊગેલું હોય તે આપણામાં અદકેરું હોઈ.

તું માન કે ન માન, હજુ તારામાં, મારામાં અણપ્રીછ્યું ધબકે છે કોઈ.

 .

થઈને ભીનાશ મારી રગરગમાં વ્યાપીને ટપકે છે ઝાકળની જેમ.

કોળેલી કૂંપળને જાળવીને જીવ જેમ પાણી સીંચે છે કોઈ એમ.

 .

મૂળ સોતા ઉખડેલાં વૃક્ષોનાં પર્ણોમાં લીલી લીલાશ મેં તો જોઈ.

તું માન કે ન માન, હજુ તારામાં, મારામાં અણપ્રીછ્યું ધબકે છે કોઈ.

 .

( લાલજી કાનપરિયા )

Share this

2 replies on “તું માન કે ન માન – લાલજી કાનપરિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.