કહો તો બારણાં ખોલું ! – મહેન્દ્રસિંહ પઢિયાર ‘મરમી’

.

જળાશયમાં તરે ઉંબર, કહો તો બારણાં ખોલું !

નિહાળ્યું સ્વપ્નમાં સરવર, કહો તો બારણાં ખોલું !

 .

ઘણાંયે પૂજવા મંદિર ગયા છે એ ખબર જાણી,

અહીં આવી ચડ્યા ઈશ્વર, કહો તો બારણાં ખોલું !

 .

હવાનો હાથ ઝાલીને સુગંધી ફૂલ પણ આવ્યાં,

થયો છે આંગણે અવસર, કહો તો બારણાં ખોલું !

 .

અહો આશ્ચર્યથી લોકો કરે છે વાત ફળિયામાં,

થવાનું છે કશું નવતર, કહો તો બારણાં ખોલું !

 .

હૃદયથી પ્રાર્થના કરતાં, ફળી છે તત્ક્ષણે ‘મરમી’,

પુરાવાઓ મળે નક્કર, કહો તો બારણાં ખોલું !

 .

( મહેન્દ્રસિંહ પઢિયાર ‘મરમી’)

Share this

6 replies on “કહો તો બારણાં ખોલું ! – મહેન્દ્રસિંહ પઢિયાર ‘મરમી’”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.