…કોણ, કોનામાં ? – વિશાલ જોષી

.

હવે તો મન ભરીને મન કહેતું : “કોણ, કોનામાં ?”

જુદી રીતે જુદાઈને સહેતું, કોણ કોનામાં ?

 .

થયું લ્યો, આગમન એનું અને આ ઘર કહી ઊઠ્યું :

નવું લાગે બધું શાને, રહેતું કોણ, કોનામાં ?

 .

નજાકત આપણા સંબંધની ફૂલો સરીખી છે,

મહેકે છે સુગંધી શ્વાસ લેતું કોણ, કોનામાં ?

 .

રડી છે માછલી આજે અને એ જાય બે કાંઠે,

નદી ખુદ એ વિચારે કે વહેતું કોણ, કોનામાં ?

 .

લખો પથ્થર ઉપર એ નામને પ્હોંચાય દરિયાપાર,

ન જાણે ‘સ્નેહ’ બાંધે રામસેતુ કોણ, કોનામાં ?

 .

( વિશાલ જોષી )

Share this

6 replies on “…કોણ, કોનામાં ? – વિશાલ જોષી”

  1. નજાકત…સુગધી શ્વાસ લેતુ કોણ, કોનામા? પક્તિઓ ગમી.

  2. નજાકત…સુગધી શ્વાસ લેતુ કોણ, કોનામા? પક્તિઓ ગમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.