રઝળપાટ માટે – એસ. એસ. રાહી

.

અરણ્યોમાં તરસ્યું હરણ ના મળ્યું

અને કોતરોમાં ઝરણ ના મળ્યું.

 .

પ્રણયગ્રંથ ઉથલાવી નાખ્યો છતાં,

હૃદયસ્પર્શી કો’ અવતરણ ના મળ્યું.

 .

પુરાણા હરીફોએ ચાહ્યો મને,

નવા દોસ્તોનું શરણ ના મળ્યું.

.

હું મેળામાં અમથો ગયો તે છતાં,

મને કેમ એકેય જણ ના મળ્યું.

.

મને ‘રાહી’ હોવાનો અફસોસ છે,

રઝળપાટ માટેય રણ ના મળ્યું.

 .

( એસ. એસ. રાહી )

Share this

4 replies on “રઝળપાટ માટે – એસ. એસ. રાહી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.