તું – રાજેન્દ્ર પટેલ Aug18 . (૩) જેને જણસ સમજી જાળવ્યો’તો જિગર સમીપે એક દિવસ ખબર પડી હતો એ કોલસો. . પછી જણસની જગ્યા તેં લીધી ને તું જણસ, હું કોલસો. . મને જ અજવાળતો તાપણું થઈ ગયો. . . (૪) બારી તો ખુલ્લી જ હતી આખા જન્મારાથી અને બારણાંય ખુલ્લાં ફટાંક. . તને બોલાવવાનું ન મને સૂજ્યું ન તને આવવાનું. ઘર આખું શું કામનું ? અતિથિ વગર ? બારી શું કામની પંખી વગર ? બારણું શું કામનું તારા પગરવ વગર ? . હું નથી છતાં છું તારી રાહ જોતો બારી જેવો. . ( રાજેન્દ્ર પટેલ )
ખૂબજ સુંદર !