દ્વાર ખખડાવે – તુરાબ ‘હમદમ’

.

દ્વાર ખખડાવે કશું વળતું નથી,

એક સરનામું હજી મળતું નથી.

 .

બંધ બારી-બારણાં, ભીંતો બધીર

સાદ મારો કોઈ સાંભળતું નથી.

 .

એ રીતે અંધકારમાં ડૂબી ગયા,

કોઈ વાતે દિલ, આ ઝળહળતું નથી.

 .

જિંદગીના આકરા આ તાપમાં

કોણ એવું છે જે ઓગળતું નથી.

 .

હું નથી ફળતો કદાચિત સ્વપ્નને,

કાં, પછી સપનું મને ફળતું નથી.

 .

ત્યાગની ‘હમદમ’ મહત્તા હોય છે,

માગવાથી તો કશું મળતું નથી.

.

( તુરાબ ‘હમદમ’ )

5 thoughts on “દ્વાર ખખડાવે – તુરાબ ‘હમદમ’

  1. ઘણા લોકો પોતાની દિલ-મન માંની ભાવનાઓ-લાગણીઓ સ્પષ્ટપણે બહાર અભિવ્યક્ત કરી શકતા નથી…એ તેમનો ઈશ્વરે આપેલો સ્વભાવ-ધર્મનો એક ભાગ હોઈ શકે… આ વાત સાચી છે… કહી દેવાથી અન્ય વ્યક્તિ ક્યારેક કોઈ રીતે કંઈક નુકસાન પહોંચાડી શકે એવો ગુપ્ત ભય હોઈ શકે કારણરૂપ. સાચુકલો માણસ લગભગ એવું ન્ કરે… એમ મારું માનવું છે…

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.