અમને ફરક પડે છે ! – ભાવેશ ભટ્ટ

 .

એક પાંદડું ખરે, તો અમને ફરક પડે છે !

 કોઈ દીવો ઠરે, તો અમને ફરક પડે છે !

  .

થોડાક ભ્રષ્ટ પંખીની ધાકથી ડરીને,

 આકાશ થર-થરે, તો અમને ફરક પડે છે !

.

પાણીને કેમ વહેવું જે શીખવાડતો હોય,

 એ જણ ડૂબી મરે, તો અમને ફરક પડે છે !

 .

બહુ લાડકોડથી જે સંબંધ વાવીએ, ત્યાં,

 ભેંકાર પાંગરે, તો અમને ફરક પડે છે !

 .

કાયમ સહન કરી લઉં એ ખાનદાની તો છે,

 પણ દોસ્ત આખરે, તો અમને ફરક પડે છે !

  .

( ભાવેશ ભટ્ટ )

.

 

Share this

2 replies on “અમને ફરક પડે છે ! – ભાવેશ ભટ્ટ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.