પ્રેમ – યોગેશ વૈદ્ય

.

૧.

તારી વાડના ટેકે મૂકેલી

મારી સાઈકલ

આખી રાત ભીંજાતી રહી

ઓસમાં.

 .

હું હજુ પણ

૯-૪૫ની બસમાં

બારીવાળી સીટ પર

મારો રૂમાલ પાથરી રાખું છું.

 .

૩.

આખ્ખી શેરી દેખાતાં

તારા ઘરનો પડછાયો

ભળી જાય છે

મારા ઘરના પડછાયામાં.

 .

૪.

ક્યારેક ક્યારેક

બે દૂરના ટેલિફોનને જોડતો

વાયર

બની જાય છે-જૂઈની વેલ.

 .

( યોગેશ વૈદ્ય )

Share this

4 replies on “પ્રેમ – યોગેશ વૈદ્ય”

  1. અદ્‍ભુત! ૭૦-૭૫ના સમયમાં આવેલી મોર્ડન ફિલ્મોની (રજનીગંધા, છોટી સી બાત) યાદ આવી ગઈ!

  2. અદ્‍ભુત! ૭૦-૭૫ના સમયમાં આવેલી મોર્ડન ફિલ્મોની (રજનીગંધા, છોટી સી બાત) યાદ આવી ગઈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.