હું એટલે – જિગર જોષી ‘પ્રેમ’

.

હું

એટલે

અધૂરા પત્રો

ટેબલ પર ઢોળાઈ ગયેલી ન ગમતી કોઈ ક્ષણની શાહી

અગણિત રાતોના મીઠા-કડવા ઉજાગરાઓ

અધૂરી સિગારેટોથી લથબથ એસ્ટ્રે

અડધોઅડધ સળગાવી દીધેલી ડાયરી

ટેરવાની વચ્ચે થીજી ગયેલી રાત જેવી કલમ

ટેબલ પર જ્યાં ત્યાં વીખરાઈ પડેલા શબ્દો

પીળાશથી ઘેરાયેલો પહાડ

ખૂબ જ ગમતી ફોટો-ફ્રેમ પર પડેલી તિરાડ…

અરધી રાતે આંખ વચાળે ફફડી ઊઠેલાં સપનાંઓની ચીસ

બે કાગળ મધ્યે રેશમ જેવા સંબંધનું મૂરઝાઈ ગયેલું લોહી રંગનું ફૂલ

અને

તું

એટલે

આ બધાયનું મૂળ !

‘શ્રદ્ધા…’

 .

( જિગર જોષી ‘પ્રેમ’ )

 

Share this

7 replies on “હું એટલે – જિગર જોષી ‘પ્રેમ’”

 1. ” ભૂલી બેઠો ”

  “પાછું વાળીને જોવાની આદત હું હવે ભૂલી બેઠો!
  નઝર આગળ અને ઊંચે,અટકવાનું ભૂલી બેઠો!
  તું અચાનક આવીને સન્મુખ પણ થાય એવો.-
  ફરી પાછું ભૂત જેમ ભટકવાનું હવે ભૂલી બેઠો!
  માફ કરજે,પ્રેમના પારખાં કરે,પેટ ભરી પસ્તાય!
  પ્રેમર વ્હેમના ત્રાજવાંથી તોલવાનું ભૂલી બેઠો ”
  -લા’કાન્ત / ૧૫-૧૦-૧૨

 2. ” ભૂલી બેઠો ”

  “પાછું વાળીને જોવાની આદત હું હવે ભૂલી બેઠો!
  નઝર આગળ અને ઊંચે,અટકવાનું ભૂલી બેઠો!
  તું અચાનક આવીને સન્મુખ પણ થાય એવો.-
  ફરી પાછું ભૂત જેમ ભટકવાનું હવે ભૂલી બેઠો!
  માફ કરજે,પ્રેમના પારખાં કરે,પેટ ભરી પસ્તાય!
  પ્રેમર વ્હેમના ત્રાજવાંથી તોલવાનું ભૂલી બેઠો ”
  -લા’કાન્ત / ૧૫-૧૦-૧૨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.