આજે ફરી – પન્ના નાયક Oct13 . આજે ફરી ખુશ છું કેટલે વર્ષે મારી જાળીવાળી બારી પર દૂધધોયો શરદનો ચાંદ ટંકાયો છે. આમ તો જ્યારે નજર થતી ત્યારે હાથમાં આવતું કાળુંધબ્બ અંધારું અથવા અથડાતો કોઈ તોફાની ચહેરો ક્યારેક દેખાતી બારી નીચે બેઠેલી ભૂખી બપોર તડકા નીચે પોતાને સંતાડતી. કોઈ કોઈ વાત તો શૂન્યનાં મીંડાઓ અનેક પ્રશ્નાર્થને ગળી જતાં ! પણ આજે તો મઘમઘતી હવા ચાંદનીનાં વસ્ત્રો પહેરી લ્હાણી કરે છે વીસરાયેલાં ગીતોની. થાય છે- આજની રાતને મારા કાવ્યસંગ્રહના ઉઘડતે પાને મૂકી દઉં ! . ( પન્ના નાયક )
સુંદર રચના !
સરસ