લે વાત કર – હનીફ સાહિલ

ખૂબ ચર્ચાયો હતો, લે વાત કર

એક પડછાયો હતો, લે વાત કર

.

બહાર-ભીતર સૌ દિશામાં વિસ્તરી

હું સમેટાયો હતો, લે વાત કર

.

અપરિચિત એ જ લાગે છે હવે

ખૂબ સમઝાયો હતો, લે વાત કર

.

જલપરીની આંખના ઊંડાણમાં

સૂર્ય સંતાયો હતો, લે વાત કર

 .

પાંગરે છે એ ગઝલ થઈને હવે

શબ્દ ધરબાયો હતો, લે વાત કર

 .

( હનીફ સાહિલ )

Share this

2 replies on “લે વાત કર – હનીફ સાહિલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.