જોયો નથી – પરાજિત ડાભી/તમન્ના આઝમી

માનવીની જાતનો ઈતિહાસ મેં જોયો નથી,

જિંદગી જોઈ નથી કે શ્વાસ મેં જોયો નથી.

 .

તું મને મંદિર કે મસ્જિદને બતાવી પૂછમાં,

ત્યાં નહીં મસ્તક નમે, વિશ્વાસ મેં જોયો નથી.

 .

તું કહે છે રોજ ઊગે સૂર્ય તારા શ્હેરમાં,

કોઈ પણ ચ્હેરા ઉપર અજવાસ મેં જોયો નથી.

 .

સાવ ખોટી ઓળખાણો આપશો ના શેખજી,

સર્વવ્યાપી આ ખુદાને ખાસ મેં જોયો નથી.

 .

માનવીને શોધવાની વાત છે તો સાંભળો,

આપણામાં છે નહીં, ચોપાસ મેં જોયો નથી.

 .

( પરાજિત ડાભી/તમન્ના આઝમી )

Share this

6 replies on “જોયો નથી – પરાજિત ડાભી/તમન્ના આઝમી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.