આબરૂ લઈ લીધી – અનિલ ચાવડા

.

તાળીઓની ગુંજની કે દાદની આબરૂ લઈ લીધી,

સ્ટેજ પર મૌન રહી, સંવાદની આબરૂ લઈ લીધી.

 .

પથ્થરો તો ઠીક છે લોઢુંય કૂંપળ થાય એ પળમાં,

તેં નહીં ભીંજાઈને વરસાદની આબરૂ લઈ લીધી.

 .

સ્તંભને અડવામાં જો દાઝી ગયો તો દોષ એ કોનો ?

કશ્યપે કે ઈશ્વરે પ્રહલાદની આબરૂ લઈ લીધી ?

 .

આયખું આખુંય જલસાથી મધુર રીતે મેં જીવીને,

જિંદગીના સાવ કડવા સ્વાદની આબરૂ લઈ લીધી.

 .

આ તમારું મૌન મારા મૌનમાં અક્ષરશ: ઓગાળી,

શબ્દના સૌ છીછરા અનુવાદની આબરૂ લઈ લીધી.

 .

( અનિલ ચાવડા )

7 thoughts on “આબરૂ લઈ લીધી – અનિલ ચાવડા

  1. પ્રિય હીનાબેન

    આપની વેબસાઈટ પર આપે મારી કવિતા મૂકી તેથી આનંદ થયો
    આપનો આભારી છું….

    Like

  2. પ્રિય હીનાબેન

    આપની વેબસાઈટ પર આપે મારી કવિતા મૂકી તેથી આનંદ થયો
    આપનો આભારી છું….

    Like

  3. પ્રિય હીનાબેન

    આપની વેબસાઈટ પર આપે મારી કવિતા મૂકી તેથી આનંદ થયો
    આપનો આભારી છું….

    Like

Leave a reply to સુનીલ શાહ Cancel reply