કાં પૂરો વિસ્તાર કરવો – રિષભ મહેતા

કાં પૂરો વિસ્તાર કરવો; કાં સમેટાઈ જવું

કાં રહો અકબંધ કાં કણકણમાં વેરાઈ જવું

 .

સૌ હયાતીના પુરાવા માગશે તારી કને

ક્યાંક તારે પણ પ્રભુ; ક્યારેક દેખાઈ જવું !

 ,

હે ગઝલ ! તું સ્હેજ  પણ દુર્બોધ ના બનતી કદી

આપણે જાતે તરત શ્રોતાને સમજાઈ જવું.

 ,

એ જ તો મારા ચહેરાની ખૂબી છે દોસ્તો

સ્હેજમાં કોઈ અભણ-જણનેય વંચાઈ જવું !

 ,

આ સમય પણ સ્તબ્ધ છે; એનેય સમજાતું નથી

દોસ્ત ! એકાએક તારું આમ બદલાઈ જવું !

 ,

ફૂલ હું ને તું મહેક મારી હતી; ઊડી ગઈ-

એમ પણ ક્યારે તને ગમતું’તું બંધાઈ જવું !

 ,

શક્યછે કે ખૂબ હું તેથી વગોવાઈ ગયો

જે ઉચિત માન્યું હતું બધ્ધામાં વહેંચાઈ જવું…!

 ,

( રિષભ મહેતા )

Share this

2 replies on “કાં પૂરો વિસ્તાર કરવો – રિષભ મહેતા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.