કિનારો કરું છું – સ્મિતા પારેખ

સતત કેમ એના વિચારો કરું છું ?

અને એમ ભીતર પ્રહારો કરું છું.

 .

કરું હું ખબર કેમ, એ બેખબર ને ?

હવે એક હળવો ઈશારો કરું છું.

 .

કે ભ્રમણા મળે પ્રેમની તોય ઘણું છે,

પ્રણયની કથામાં વધારો કરું છું.

 .

તને યાદ કરતાં વહ્યે જાય આંખો,

અને એમ સાગર હું ખારો કરું છું.

 .

મને કેમ વ્યથા ઉદાસી મળી છે ?

નિયંતાને પ્રશ્નો હજારો કરું છું.

.

સતત ભીતરે ઝંખું ચાહું છતાંયે,

તમારા વગર પણ ગુજારો કરું છું.

 .

તમારી પ્રતીક્ષા કરી જિંદગીભર,

હવે જિંદગીથી કિનારો કરું છું.

 .

( સ્મિતા પારેખ )

Share this

6 replies on “કિનારો કરું છું – સ્મિતા પારેખ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.