પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૩)-જીભથી – આહમદ મકરાણી
.
આ જગતનો સ્વાદ માપો જીભથી;
કદ પ્રમાણે શબ્દ કાપો જીભથી.
.
અર્થ એના પણ ઘણા નીકળી શકે,
ક્યાંક ઉત્તર એક આપો જીભથી.
.
સ્વાદ પોતે થૈ સમંદર ઘેરશે;
એક ટીપું નીર ચાખો જીભથી.
.
રોજ રામાયણ અહીં સર્જાય પણ;
વેણ કોઈનું ઉથપો જીભથી.
.
કે વિયોગી કોઈ ભેળા ના થયા;
કોઈને જો રોજ શાપો જીભથી.
.
( આહમદ મકરાણી )
સરસ ગઝલ પણ “ચાખો”માં કાફિયાદોષ જન્મે છે…
સરસ ગઝલ પણ “ચાખો”માં કાફિયાદોષ જન્મે છે…
સુંદર ગઝલ !
સુંદર ગઝલ !