પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૫)-હાથથી – આહમદ મકરાણી
.
સ્વપ્ન ફંફોસ્યા કરું છું હાથથી;
આંખને ચોળ્યા કરું છું હાથથી.
.
યાદ આવી એ રીતે અમને અહીં;
મત્સ્ય થૈ જીવ્યા કરું છું હાથથી.
.
‘છે’ પ્રસાદી પણ મળી છે કેવડી !
ભેટ એ આપ્યા કરું છું હાથથી.
.
એટલે અટકી ગયાં છે આંખમાં;
અશ્રુઓ સીવ્યા કરું છું હાથથી.
.
અર્થ હોવાનો હવે મળતો ગયો;
હરઘડી વાંચ્યા કરું છું હાથથી.
.
( આહમદ મકરાણી )
ગઝલ ગુચ્છ (૫) પણ અતિ સુંદર રહી.
ગઝલ ગુચ્છ (૫) પણ અતિ સુંદર રહી.
ગઝલ ગુચ્છ (૫) પણ અતિ સુંદર રહી.