આજ – મુકેશ જોષી

બોલ બોલ ના કર

તારા અજવાળાને બોલવા દે યાર, આમ શબ્દોને છોલ છોલ ના કર

 

વાણીને મોકલી દે તીરથની જાતરાએ

સાધવાને સાચો સંવાદ

જાતરાથી વળતામાં નક્કી લઈ આવશે

મૌન સમો મીઠો પરસાદ

શબ્દોના બીન ભલે વાગે ચોપાસ છતાં નાગ જેમ ડોલ ડોલ ના કર

બોલ બોલ ના કર

 

 

અનહદના અર્થો મેં ઓળખવા માટે

તું છોડી દે સરહદના માપ

ભીતરી ખજાનાના દર્શન કરાવવાને

આંખોને અવસર તો આપ

અંતર તો અત્તરની બાટલી છે ભાઈ, તું આખો દિ ખોલ ખોલ ના કર

બોલ બોલ ના કર

 

( મુકેશ જોષી )

2 thoughts on “આજ – મુકેશ જોષી

 1. પૂછો નહિ કેવું મન થાય છે ?
  સાગરો માં આજ ફરી સૈર કરવાનું ;
  મન થાય છે પણ જરાય ડૂબવું નથી .
  વાદળો સંગ ખુબ ગરજી ઊઠવાનું;
  મન થાય છે પણ જો વરસવું નથી .
  હવા ઓ સંગ આજ સંવાદ કરવાનું ;
  મન થાય છે પણ કઈ બોલવું નથી .
  સાંજ ના સોનેરી રંગો ને મળવાનું ;
  મન થાય છે પણ મળી શકાતું નથી .
  ધરતી ની ગોદ માં ઊગી જવાનું;GULABDAN BAROT HE IS MY FRIEND

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.