એનો પીછો ક્યાંથી કરવો ? – ઉર્વીશ વસાવડા

જે કાયમ રહેતો દર્પણમાં એનો પીછો ક્યાંથી કરવો ?

અને લુપ્ત થઈ જાતો ક્ષણમાં એનો પીછો ક્યાંથી કરવો ?

 .

આમ જુઓ તો સાચું છે ને આમ જુઓ તો આભાસી

મૃગજળ થઈને રહેતો રણમાં એનો પીછો ક્યાંથી કરવો ?

 .

એ ગમતીલી પરીકથાઓ વાંચે એવી આંખો ક્યાં રહી ?

જે ખોવાયું છે બચપણમાં એનો પીછો ક્યાંથી કરવો ?

 .

આજ લગી ભાગ્યો જેનાથી, એ મારો પડછાયો નીકળ્યો,

હું રહેતો તો એ મુંઝવણમાં એનો પીછો ક્યાંથી કરવો ?

 .

હોઠમાં ઉપર આવ્યાં જે ગીતો એ આખી દુનિયા જાણે છે,

જે અટવાયાં છે લેખપમાં એનો પીછો ક્યાંથી કરવો ?

 .

ગુપ્ત ગણીને શોધો ત્યારે પ્રગટ થવાનો એ પળભરમાં

જે સંતાયો છે કણકણમાં એનો પીછો ક્યાંથી કરવો ?

 .

( ઉર્વીશ વસાવડા )

Share this

4 replies on “એનો પીછો ક્યાંથી કરવો ? – ઉર્વીશ વસાવડા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.