તું વાત કરમાં – બેન્યાઝ ધ્રોલવી

કેસરી આકાશની તું વાત કરમાં,

સૂર્યના અજવાસની તું વાત કરમાં.

 .

ભાગ્યનું ગણિત ગણી લે જિન્દગીમાં,

એ હિસાબી શ્વાસની તું વાત કરમાં.

 .

ચંદ્ર, વાદળની રજાઈ રાતે ઓઢે,

રેશમી આભાસની તું વાત કરમાં.

 .

જે ફકીરી યાદમાં ફરતો રહે છે,

એ ખુદાના દાસની તું વત કરમાં.

 .

પ્યાસ ગંગા, પ્યાસ ઝમઝમ, જળ પવિત્ર છે,

એક ચમચી પ્યાસની તું વાત કરમાં.

 .

પેન કાગળમાં સળગતી શબ્દલીલા,

એ ગઝલના રાસની તું વાત કરમાં.

 .

દર્દની આજેય અનુભૂતિ કરાવે,

એવા પ્રાસે પ્રાસની તું વાત કરમાં.

 .

( બેન્યાઝ ધ્રોલવી )

Share this

2 replies on “તું વાત કરમાં – બેન્યાઝ ધ્રોલવી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.