કોને હદપાર ? – પન્ના નાયક

ક્યારેક જરૂરી હોય છે

હૃદયને હદપાર કરી

ત્યાં પથ્થર મૂકવાનું

અને પછી

જીવવાનું.

 .

કદાચ

એવું પણ બને

કે કોઈક

આલિંગન ને ચુંબનો વડે

એ પથ્થરને કોરવાનો પ્રયત્ન કરે

અને

ખબર પણ ન પડે એમ

ધકેલી દે એને ખીણમાં

 .

આવું ન બને

એ માટે હું શું કરું ?

પથ્થરને પણ હદપાર કરું ?

 .

( પન્ના નાયક )

Share this

4 replies on “કોને હદપાર ? – પન્ના નાયક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.