…ખુશ્બૂની સોબતમાં (એક હુસ્ને ખયાલ) – લલિત ત્રિવેદી

તમે પણ થૈ જશો, મિત્રો! અમર ખુશ્બૂની સોબતમાં

શરત એક જ કે જીવો ઉમ્રભર ખુશ્બૂની સોબતમાં

 .

શમી ગૈ છે બગીચાની ઉંમર ખુશ્બૂની સોબતમાં

સફળ થૈ ગૈ પવનની પણ સફર ખુશ્બૂની સોબતમાં

.

બને કે કળીઓથી પણ ઝીણી ઝીણી પંક્તિઓ ઊઘડે…

ગઝલ મારી ય ખીલતી હો અગર ખુશ્બૂની સોબતમાં

 .

દિવસ ઉદ્યાનમાં ઊગે ને રાત્રિ માળામાં સૂએ

મળી ગ્યું છે ભલું અમને ય ઘર ખુશ્બૂની સોબતમાં

 .

લુડકતાં જાય છે ચકચૂર એક ફૂલેથી બીજે ફૂલ

અડી ગૈ કોને રિન્દાના લહર ખુશ્બૂની સોબતમાં

 .

કળી શિવલિંગ હો એવી રીતે ઝાકળ કરે અભિષેક…

જડે સાક્ષાત એક કૈલાસ સર ખુશ્બૂની સોબતમાં !

 .

( લલિત ત્રિવેદી )

Share this

2 replies on “…ખુશ્બૂની સોબતમાં (એક હુસ્ને ખયાલ) – લલિત ત્રિવેદી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.