કોના વિષે – સોનલ પરીખ
શું હોઈ શકે
એકલતાની પરાકાષ્ઠા ?
.
તારી ગેરહાજરીમાં જે અનુભવતી હતી તે ?
પણ તેમાં તો એક અર્થ હતો :
એક કારણ હતું;
એક દુ:ખભર્યું પણ આકર્ષણ હતું
.
તો શું હોઈ શકે એકલતાની પરાકાષ્ઠા ?
તારી હાજરીમાં આજકાલ
જે અનુભવાય છે તે – કદાચ
.
ઘટ્ટ ખાલીપણાની
ભેંકાર ભીંતો
ને શૂન્યતાની ચારે બાજુથી
ધસી આવતી છત
.
આ શબ્દની બારી તો મળી છે
શ્વાસ લેવા,
પણ કોના વિષે વિચારીને
હું ફૂંક મારું
મારા ફેફસામાં ?
.
( સોનલ પરીખ )
સુંદર કવિતા.
‘…. આ શબ્દની બારી તો મળી છે
શ્વાસ લેવા,..’
આ આશ્વાસન પણ કંઇ ઓછું નથી.
સુંદર કવિતા.
‘…. આ શબ્દની બારી તો મળી છે
શ્વાસ લેવા,..’
આ આશ્વાસન પણ કંઇ ઓછું નથી.