છ રચના – લાભશંકર ઠાકર Apr19 (૧) માણસ માણસને શોધે છે, માણસમાં ક્યારનો ? છે ત્યારનો. . (૨) અર્થની દીવાલો અભેદ્ય છે ? હુ નોઝ ? ભાવાત્મક પ્રજ્ઞા. તે ક્યાં છે ? ધારણામાં. ધારણા ક્યાં છે ? સોનાના પારણામાં- ઘસઘસાટ ઊંઘતી. તું ક્યાં છે ? પારણાના પડછાયામાં જાગતો. . (૩) ભવિષ્યનાં અવિરત બગાસાં વર્તમાનને સંભળાય છે. ક્યાં ? પગથિયાં વગરના દાદરને ચઢતાં પહેલાં. . (૪) એકલો જાને રે એવું કોણ કહે છે ? મારો પડછાયો. . (૫) ખીલા ઠોકાય છે હથોડા વગર ? હા. ક્યાં ? હોવાના આભાસની આરપાર. . (૬) તારી ઉત્કટ પ્રતીક્ષા શેની છે ? અવાજને સળગીને ખાખ થતો જોવાની-સૂંઘવાની. ક્યાં ? છે અને નથીમાં. . ( લાભશંકર ઠાકર )
good ….
labhshanker …. e…labhshanker
na thay anyathi …