બૂમ પાડો ! – દિનેશ કાનાણી

આ તરફ ને એ તરફ બસ બૂમ પાડો

આવશે પાછી પરત બસ બૂમ પાડો.

 .

સાથ ને સંગાથ ગમતા હો ભલે પણ

વાત ખૂટે કે તરત બસ બૂમ પાડો.

 .

આમ તો ટહુકા જ ગમતા હોય સૌને

પણ પહેલી છે શરત બસ બૂમ પાડો.

 .

અર્થ એના ક્યાં કરે છે કોઈ સાચા

છોડી શબ્દોની મમત બસ બૂમ પાડો.

 .

ફાવશું કે ડૂબશું કે કોણ જાણે

ભાગ્યની છે આ રમત બસ બૂમ પાડો.

 .

( દિનેશ કાનાણી )

Share this

5 replies on “બૂમ પાડો ! – દિનેશ કાનાણી”

 1. શબ્દ કો’ક્નો અને અર્થ તો વાચક-ભાવક્નો તેની પહોન્ચ મુજબ… લખનારને શુ અભિપ્રેત હશે તે તો હમેશા રીડરને
  ન પણ પહોન્ચે ,શક્ય એટલે સાચો અર્થ ન પણ થાય.
  પોતાનો અવાઝ પહોચે તેવો પ્રયાસ ફરીફરીને કરવાની
  વાત કવિ ઉપાડૅ એ ય સમયની માગ !
  -લા’કાન્ત /૨૨-૪-૧૩

 2. શબ્દ કો’ક્નો અને અર્થ તો વાચક-ભાવક્નો તેની પહોન્ચ મુજબ… લખનારને શુ અભિપ્રેત હશે તે તો હમેશા રીડરને
  ન પણ પહોન્ચે ,શક્ય એટલે સાચો અર્થ ન પણ થાય.
  પોતાનો અવાઝ પહોચે તેવો પ્રયાસ ફરીફરીને કરવાની
  વાત કવિ ઉપાડૅ એ ય સમયની માગ !
  -લા’કાન્ત /૨૨-૪-૧૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.