(૧)
પંખીના ટહુકાથી ઊઘડે એવું
વહેલી સવારનું મૌન મને આપો.
.
દિવસની ડાળ પર ઝૂલ્યા કરું
શબ્દોને અર્થોને ભૂલ્યા કરું
ભીતર ને ભીતર હું ખૂલ્યા કરું
ફૂલની સુવાસથી છલકે એવું
ઊજળી સવારનું મૌન મને આપો.
.
મનની મિરાતનો હોય એક પ્રાંત
સરોવર જેવો હોય રસ્તો પણ શાંત
ચાલું પણ પગલાંમાં નીરવ એકાન્ત
પોતાના આભથી પ્રકટે એવું
ખુલ્લી સવારનું મૌન મને આપો.
.
(૨)
કવિતા અને જીવનના રાજમાર્ગે ઊભેલો હું
શબ્દનો મિત્ર છું
અને અનુભવનો પરમ મિત્ર.
.
જ્ન્મ પહેલાંની
અને મૃત્યુ પછીની ક્ષણ સાથે
મારો નાતો બાંધું છું
નિરાકાર મૌન સાથે.
.
( સુરેશ દલાલ )
શબ્દના મિત્રને એકાન્ત,શાન્તિ અને મૌન હાથવગા સાધનો સહજ ઉપલબ્ધ !એવુ બધુ માણી ભીતર ઉઘડવુ અને મનની
સીમાઓ – ક્શિતિજો વિસ્તારવી …. પરમને પન્થે આગલ વધવુ એજ ધ્યેય સિધ્ધ કરતા રહેવુ…એનિ નિયતિ હશે!
સરસ…
-લા’કાન્ત / ૨૨-૪-૧૩