બાળપણમાં – કાજલ ઓઝા વૈદ્ય Jul4 બાળપણમાં ભેટ મળેલી પરીકથાઓની ચોપડી જીર્ણ-શીર્ણ હાલતમાં- છતાંયે, આજે પણ સાચવી રાખી છે – મેં ! . એકડદંડિયા મહેલમાં પુરાયેલી રાજકુમારીને છોડાવવા આવતો રાજકુમાર એમાં સફેદ ઘોડા પર સવાર તો થયો છે… પણ, એનો ચહેરો ફાટી ગયો છે ! . વારંવાર વાંચેલી એ વાર્તામાં શબ્દેશબ્દ મને યાદ રહી ગયો છે પણ રાજકુમારનું નામ કેમેય કર્યું યાદ આવતું નથી નામ કે ચહેરો… …મળશે ખરાં ? . ( કાજલ ઓઝા વૈદ્ય )
ખૂબ સુંદર રચના..!!