આકાશની વાત – હિમાંશુ વોરા

images (1).

મેં આકાશની વાત કદી કરી નથી

આકાશને મેં દીઠું છે કટકે કટકે

સ્ટેશનો વચ્ચે દોડતું

સાગરની હાજરીનો ભૂખરો ઈશારો કરતું

ક્ષિતિજ પર ઢળતું

ખાટલા પાસેની બારીમાંથી

તડકા વડે હાજરી પુરાવતું

દીઠું મેં આકાશને

પણ એની વાત મેં કરી નથી

પૃથ્વી પર પથરાયેલા આકાશ અંગે

હું ચૂપ રહ્યો છું

કારણ મેં જોયેલો

આકાશનો દરેક ટુકડો અંગત હતો

એણે મારી સાથે વાત કરી હતી

ક્યારેક વહી ગયેલા સમયની

ક્યારેક લુપ્ત થયેલા ચહેરાઓની

ક્યારેક એકલતાની, ક્યારેક માણેલા સહવાસની

કરવા જેવી વાતો મેં આકાશને કરી છે

નાના નાના, બારીમાં સમાઈ જતા

કે મકાનોથી કપાઈ જતા

ટી.વી.ના એન્ટેનાથી વીંધાઈ જતા

આકાશને મેં મારી વાતો કરી છે

પણ આકાશની વાત મેં કરી નથી

અંગત હોય એની વાત કેમ કરાય ?

 .

(  હિમાંશુ વોરા )

2 thoughts on “આકાશની વાત – હિમાંશુ વોરા

  1. મનના કોઇ એક અંશ-ભાગના વહેંચાયેલા લાગણી-ભાવોની અભિવ્યક્તિ પૂરું મન, તેના
    ઊંડાણે રહેલી ગુપ્ત વાતોનો તાગ પામી શકાતો નથી ! અને,વળી બધુંજ ક્યાં અ‍ન્યના મન-ઝેહન સુધી પહોંચતુ સમજાતું હોય છે.?હિમાંશુભાઇ હ્રદયને લગતી બાબતને અતિ સૂક્શ્મતા અને માર્મિકતા સાથે મૂકી શક્યા છે.
    અભિનંદન. અને અભાર આવી સરસ પેશ્કશ માટે .
    -લ’કાન્ત /23-7-13

    Like

  2. મનના કોઇ એક અંશ-ભાગના વહેંચાયેલા લાગણી-ભાવોની અભિવ્યક્તિ પૂરું મન, તેના
    ઊંડાણે રહેલી ગુપ્ત વાતોનો તાગ પામી શકાતો નથી ! અને,વળી બધુંજ ક્યાં અ‍ન્યના મન-ઝેહન સુધી પહોંચતુ સમજાતું હોય છે.?હિમાંશુભાઇ હ્રદયને લગતી બાબતને અતિ સૂક્શ્મતા અને માર્મિકતા સાથે મૂકી શક્યા છે.
    અભિનંદન. અને અભાર આવી સરસ પેશ્કશ માટે .
    -લ’કાન્ત /23-7-13

    Like

Leave a reply to La' Kant Cancel reply