મંદી છે – હરદ્વાર ગોસ્વામી
ગણી ગણીને શ્વાસો લેજો, મંદી છે,
સપનાંને સમજાવી દેજો, મંદી છે.
.
ટોકન સંબંધોનું આપી રાખો પણ,
કદી ન કરજો દસ્તાવેજો, મંદી છે.
.
મોટર, કૂલર, ફ્લેટ, ફ્રિજ ને મોજમજા,
છાનાંમાનાં બેસી રહેજો, મંદી છે.
.
દૂર દૂર છે દરિયા ને રણ રસ્તામાં,
પર્વત પર્વતમાં જ વહેજો, મંદી છે.
.
એક ખજાનો ભર્યો-ભાદર્યો ભીતરમાં,
કોઈને ના, કદી જ કહેજો, મંદી છે.
.
( હરદ્વાર ગોસ્વામી )
દૂર દૂર છે દરિયા ને રણ રસ્તામાં,
પર્વત પર્વતમાં જ વહેજો, મંદી છે.
વાહ ! ભવ્ય કલ્પના ! બસ, આને જ કહેવાય, બ્રહ્માની સૃષ્ટિ કરતાં નિરાળી કવિસૃષ્ટિ ! કવિ જ તો ફૂલના કાંટાને મુલાયમ અને સુગંધીદાર કલ્પી શકે અને ફૂલપાંખડીઓને રૂક્ષ અને તીક્ષ્ણ ધારદાર !