એક દિવસ – સુરેશ દલાલ Aug16 એક દિવસ એવો ઊગશે કે જ્યારે હું ભૂલી ગયો હોઈશ : મારું નામ, સરનામું અને મારાતમારા સૌના ટેલિફોન નંબર. . એક દિવસ એવો ઊગશે કે તમારી આંખ સામે મારો ચ્હેરો તરવરશે તમારી સ્મૃતિમાં રમતા હશે મારા અવાજના પડઘાના પડછાયાઓ. . એક દિવસ એવો ઊગશે કે જ્યારે હું સવારનું અજવાળું થઈને તમારા ખંડમાં પ્રવેશીશ અને સાંજને સમયે નીકળી જઈશ ચિરપરિચિત હવાની જેમ તમારી જ બારીએથી અને ક્યાંક શિખર પર જઈને ઠરીશ ન ઠરીશ અને ફરી પાછો ફરીશ કોઈ સવારે અજવાળું થઈને. . ( સુરેશ દલાલ )