કદી કદી – સુરેન્દ્ર કડિયા

અઢળક ને અકારણ એ નડે છે કદી કદી

અમને હવામાં કેફ ચડે છે કદી કદી

.

બે હાથ, હથોડી ને ટાંકણાથીયે વધુ

મૂર્તિને ફક્ત આંખ ઘડે છે કદી કદી

 .

તમરાંઓ ત્રમ-ત્રમે ને આગિયા ઝમ્યા કરે

સ્મરણોય દ્રશ્ય-શ્રાવ્ય જડે છે કદી કદી

 .

વરસાદ પલળવાને અધીરો બની રહે

કવિતાઓ ધોધમાર પડે છે કદી કદી

 .

શોધી શકે તો શોધ લીલા રણની વારતા

ઊંટોની આંખમાંથી દડે છે કદી કદી

 .

( સુરેન્દ્ર કડિયા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.