રોજ સવારે – સુરેશ દલાલ Oct20 રોજ સવારે હું જાગું છું એક અધૂરું ગીત લઈ ! . સપનાંના ધુમ્મસમાં ઝીણા સ્વરની સાથે લાડ કરું છું: સૂરજનો ઉઘાડ થતાં હું હળવેથી ઉપાડ કરું છું લયનો ચંચલ શો સંગાત ! રોજ સવારે હું મ્હાલું છું એક મધૂરું સ્મિત લઈ ! . રોજ સવારે હું જાગું છું અણજાણ્યું સંગીત લઈ; -એક અધૂરું ગીત લઈ ! . ( સુરેશ દલાલ )