સૂરજ આથમે એ પહેલાં – આસ્ટ્રિડ એન્ડરસન

સૂરજ આથમે એ પહેલાં

હું મારો વગડાઉ ફૂલ જેવો હાથ

મૂકીશ તારા હાથની શ્વેત સૌમ્ય છાબમાં.

 .

અને બુલંદ-નાજુક-લજ્જાથી હું તને વીંટળાઈ વળીશ

જેમ દિવસ અને રાત વીંટળાઈ વળે છે

દિવસ અને રાતના વૃક્ષને.

 .

અને મારાં ચુંબનો જીવશે તારા ખભા પરના પંખીની જેમ.

 .

( આસ્ટ્રિડ એન્ડરસન, અનુ. સુરેશ દલાલ )

 .

મૂળ : નોર્વે

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.