તો જ આવું – દિનેશ કાનાણી

છળકપટથી દૂર રાખે તો જ આવું

વાતને મંજૂર રાખે તો જ આવું

 .

પાનખર તો કોઈને પણ ક્યાં ગમે છે ?

આંગણુ ઘેઘૂર રાખે તો જ આવું

.

આવવું છે એટલે તો હું કહું છું

જીવને મજબૂર રાખે તો જ આવું

 .

એક બે છાંટા નથી ગમતા કદીયે

લાગણીનું પૂર રાખે તો જ આવું

 .

મેં પ્રતીક્ષા ક્યારની પડતી મૂકી છે

મળવું છે, દસ્તુર રાખે તો જ આવું

 .

( દિનેશ કાનાણી )

Share this

4 replies on “તો જ આવું – દિનેશ કાનાણી”

  1. કવિ મિત્ર દિનેશ કાનાણીએ આવવા માટે મૂકેલી બધી જ શરતો અત્યંત ભાવુક અને સજ્જડ દર્શાવી છે…!
    -અભિનંદન.

  2. કવિ મિત્ર દિનેશ કાનાણીએ આવવા માટે મૂકેલી બધી જ શરતો અત્યંત ભાવુક અને સજ્જડ દર્શાવી છે…!
    -અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.