.
મા કદી મરતી નથી : માનો દેહ ન હોય ત્યારે એનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને આલિંગન આપે છે.
***
જેને પત્ર ન લખ્યો હોય છતાં એની આંખોમાં લખવા ધારેલા પત્રનો પ્રેમાળ જવાબ વંચાય તે મા.
***
મા એટલે જગતજનની.
***
( હરીન્દ્ર દવે )
.
‘માતા’ શબ્દ નથી પણ શબ્દતીર્થ છે.
.
( ગુણવંત શાહ )
.
પરથમ પરણામ મારાં માતાજીને કહેજો,
માન્યું જેણે માટીને રતનજી,
ભૂખ્યા રહી જમાડ્યા અમને
જાગી ઊંઘાડ્યા એવા
કીધાં રે કાયાનાં જતનજી.
.
( રામનારાયણ પાઠક )
.
માતા એ જ વિધાતા છે.
***
જે જતન કરે તે મા.
***
માતા એ શાશ્વતીનું બીજું નામ છે.
***
( સુરેશ દલાલ )
.
માના વિષયમાં હું શું, કેવી રીતે લખું કે બોલું ? તે મારી એટલી નિકટ છે એટલે તો એના વિશે કંઈ પણ બોલવું વિકટ છે અને મને એમાં અસંસ્કારિતા લાગે છે.
.
( હેલન કેલર )
.
ઈશ્વરને પહેલી વાર માતાનો વિચાર આવ્યો હશે ત્યારે ખુદ ખુદાના ચહેરા પર એક સંતોષનું સ્મિત ફરક્યું હશે અને તરત જ એણે માનું સર્જન કર્યું હશે. મા વિશે ઈશ્વરની કલ્પના આવી હશે. ચિક્કાર સમૃદ્ધ, હૃદયના ઊંડાણથી ભરી ભરી, અત્યંત દિવ્ય, આત્મશક્તિ અને સૌંદર્યથી સભર સભર.
.
( હેન્રી બિયર )
.
મા જેવો છાંયડો ક્યાંય હોય નહીં, માતા જેવી કોઈની ગતિ નહીં, માતા સમું બીજું કોઈ છત્ર નહીં અને મા જેવું પ્રિય કોઈ જ નહીં.
.
( મહર્ષિ વેદ વ્યાસ )
આપે દર મહીને સુંદર અંજલિ’ઓ આપી . . . . અને હવે એક વર્ષ પૂરું થવા આવ્યું ( આ સઘળું ઘણું કઠીન રહ્યું હશે। . . . અને તે સમજવા જેટલો હું હજુ સમજુ નથી . )
. . . . અમ સૌ વાચકો’ની હૃદયાંજલિ .
આપે દર મહીને સુંદર અંજલિ’ઓ આપી . . . . અને હવે એક વર્ષ પૂરું થવા આવ્યું ( આ સઘળું ઘણું કઠીન રહ્યું હશે। . . . અને તે સમજવા જેટલો હું હજુ સમજુ નથી . )
. . . . અમ સૌ વાચકો’ની હૃદયાંજલિ .
ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..