ટહુકા વિનાનું પંખી – સુરેશ દલાલ Feb18 ટહુકા વિનાનું પંખી થાકીને વૃક્ષની શોધમાં ઊડ્યા કરે ઇધર-તિધર અને છેવટે બેસે છે એક પથ્થર પર અને પોતે જ પોતાનાં પીછાં ખંખેરી નાખે છે. પીંછાંઓ પછી પવનમાં ઊડતાં રહે છે કરમાઈ ગયેલા ફૂલની પાંદડીની જેમ. નહીં પ્રકટેલો ટહુકો શિયાળાના તડકાના તળાવમાં તડાક દઈને તૂટી પડે છે. હાડપિંજર જેવી નિરાધાર પાંખો ભાંગી ગયેલી હોડીનાં હલેસાં જેવી અશક્ત… . ( સુરેશ દલાલ )