ભેદ અકળ – ઉર્વીશ વસાવડા May19 કળથી ના પકડાશે કાળ, જળ ક્યાં છે કે નાંખે જાળ ? . વ્હેણ સમયનું વહે સતત, પળને ક્યાંથી બાંધે પાળ. . એ જ મંત્ર છે સ્થિરતાનો, જે ચલ છે તું એને ચાળ. . આપોઆપ ગતિ મળશે, ઢળવું પડશે જ્યાં છે ઢાળ. . માટીના છે ભેદ અકળ, ભળ એમાં તો મળશે ભાળ. . ( ઉર્વીશ વસાવડા )
Kya baat hai very nice Dil ni aar paar