વહેતા સમય સાથે – કિસન સોસા

વહેતા સમય સાથે હૃદય સંધાણ સંધાયું નહીં

ઓઝલ રહ્યું એવું નજરથી પાન વંચાયું નહીં


એ કાંગરા એ કોઢ એ બારેય દરવાજા ગયા

ભૂગોળ બદલાઈ ગઈ ને ભાગ્ય બદલાયું નહીં

.

એ કાવ્યપંક્તિ-શી ગલી શેરી ગઈ, મેળા ગયા

ચિક્કાર ભીડેથી નીકળવું’તું ને નીકળાયું નહીં

.

ખુલ્લું, ઉઘાડે છોગ તડકે માતબર દળદર પડ્યું

કંઈ વાર લૂંટાયું ઘણું પણ એ જ લૂંટાયું નહીં

.

લ્યો, આખરે, ભૂલો પડ્યો, શોધું છું મારામાં મને

માણસ તો શું, એકેય પંખી પડછાયું નહીં

.

( કિસન સોસા )

Share this

2 replies on “વહેતા સમય સાથે – કિસન સોસા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.